ટુ-વ્હીલરમાં પાછળ બેસનાર ને હેન્ડલ અનિવાર્ય : માર્ગ પરિવહન મંત્રાલય

થોડા સમયથી માર્ગ પરિવહન મંત્રાલય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમોમાં ધરખમ ફેરફાર કરાયા છે તો કેટલાક નિયમો નવા લાવવામાં આવ્યા છે. મંત્રાલયે નવી ગાઈડલાઇન બહાર પાડી છે. મુસાફરી કરતી વખતે વાહન ચલાવતી વખતે આ નિયમોનું પાલન કરવાનું રહેશે. જાણો નવા નિયમો અંગે વિસ્તારથી.

ડ્રાઇવરની સીટ પાછળ બેસનાર ને હેન્ડલ અનિવાર્ય કરાયું છે.

મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર બાઇકની બંને બાજુ અને ડ્રાઇવરની સીટની પાછળ હેન્ડલ હશે. આનો ઉદ્દેશ્ય પાછળ બેસનારની સેફ્ટીનો છે. જયારે ઝટકો લાગે ત્યારે પાછળ બેઠેલી વ્યક્તિ ઉછળી ના પડે. અત્યારસુધી બાઇકમાં આવી કોઇ સુવિધા મળતી ન હતી, આની સાથે બાઇકમાં બેસનાર માટે બંને બાજુ પગ રાખવાનું સ્ટેન્ડ હશે. બાઈકનું પાછળનો જમણો ભાગ કવર કરવામાં આવશે જેનાથી પાછળ બેસનારના દુપટો, સાડી કે કપડા પાછળના ટાયરમાં ન ફસાય.

સાઈડ સ્ટૅન્ડ માં પણ બદલાવ લવાશે. તેને ગોળાકાર કરાશે. ઘણી વાર સાઈડ સ્ટૅન્ડ ઉપર કરવાનું રહી જવાથી બેલેન્સ ખોરવાય છે. ડિલિવરી બોક્સ ની સાઈઝ નક્કી કરવામાં આવશે. બોક્સની લંબાઈ 550 મિમી, પહોળાઇ 510 મિમી અને ઉંચાઇ 500 મિમીથી વધારે ન હોય તે જોવાનું કહ્યુ છે. ડ્રાઇવર સિવાય બીજું કોઈ બેસી શકશે નહી. આ અંગે જાહેરનામું બહાર પડાયુ છે. દ્વિચક્રી વાહન કંપની ને દોઢ વર્ષ નો સમય અપાયો છે. જાન્યુઆરી 2022 થી દ્વિચક્રી વાહનમાં આ તમામ પરિવર્તન અનિવાર્ય હશે.